સહ અભ્યાસ પ્રવૃત્તિઓ
- શાળામાં શૈક્ષણિક કાર્યની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીનીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ખીલવી શકાય.
શાળા પંચાયત
- શાળા પંચાયત, એ શાળા ચલાવવાની લોકશાહી ઢબે વ્યવસ્થા ઊભી કરેલી છે.
- શાળાના જુદા જુદા કામોને ૧૭ પ્રકારના વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યા છે અને તેના ખાતા પાડી દરેક ખાતાના માર્ગદર્શક શિક્ષકશ્રી મંત્રી અને ઉપ મંત્રી દ્વારા શાળાની અનેક વિધ પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવામાં આવે છે.
પ્રાર્થના સંમેલન
- શાળામાં દરરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે.
- તેમાં વિદ્યાર્થીનીઓનો વ્યક્તિત્વ વિકાસ, આત્મ શ્રદ્ધા વધે, રસ રુચિ કેળવાય અને સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી શ્લોક, પ્રાર્થના, ભજન, પ્રેરક પ્રસંગ, સમાચાર વાંચન, ગાંધીજીના અગિયાર વ્રતો અને છેલ્લે રાષ્ટ્રગીત ગાન સાથે પૂર્ણ કરવામાં આવે છે.
વિવિધ સ્પર્ધાઓ
- રમતગમત સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, સંગીત સ્પર્ધા, વર્ગ સુશોભન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, કેશ ગુંફન સ્પર્ધા, ક્વિઝ, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન થાય છે.
- આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ તાલુકા કક્ષાની અને જિલ્લા તથા રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં પોતાનું સ્થાન મેળવી શાળા તથા સંસ્થાનું ગૌરવ વધારે છે.
રાષ્ટ્રીય પર્વો
- વિવિધ રાષ્ટ્રીય તહેવારોની સંસ્થા દ્વારા સામૂહિક રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ ભાગ લે છે.
- સંસ્થા દ્વારા ઉજવાતા સામૂહિક રાષ્ટ્રીય પર્વો-
- ૧૫ મી ઓગસ્ટ
- ૨૬ મી જાન્યુઆરી
મહાનુભાવો ની જન્મ જયંતિ / પુણ્યતિથિ ઉજવણી
- સંસ્થાના સ્થાપક સ્વ મોતીભાઈ ચૌધરી ની જન્મ જયંતી અને પુણ્યતિથિ સંસ્થા દ્વારા સામૂહિક રીતે ઉજવવામાં આવે છે.
- ઉમાશંકર જોશી, ડોક્ટર વિક્રમ સારાભાઈ જન્મ જયંતી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ (શિક્ષક દિન), ગાંધી જયંતી (સામૂહિક), સરદાર પટેલ જયંતિ, સ્વામી વિવેકાનંદ, ડોક્ટર આંબેડકર જયંતિ, વગેરે જયંતીની ઉજવણી કરવામાં આવે છે.
આરોગ્ય / સામાજિક જાગૃતિ
- વિશ્વ યોગ દિન, વિશ્વ વસ્તી દિન, હિરોશિમા દિન, ભારતીય બંધારણ દિન, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન, સેના ધ્વજ દિન, માનવ અધિકાર દિન, ઉર્જા સંરક્ષણ દિન, રાષ્ટ્રીય કૃમિ દિન, મતદાન દિન, રાષ્ટ્રીય ખેલકૂદ દિન, આરોગ્ય જાગૃતિના વ્યાખ્યાન, આરોગ્ય ચકાસણી, રસીકરણ, વૃક્ષારોપણ, ઝાડુ બનાવવા.
અન્ય પ્રવૃત્તિઓ
- આ ઉપરાંત શાળામાં પ્રવેશોત્સવ, વન ભોજન, પ્રવાસ-પર્યટન, સર્વોદય મેળો જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
